મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં જુદા જુદા ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા

મોરબી, મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં જુદા જુદા ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જેમાં આઈ સેવન, આઈ ફોર, આઈ વન અને જે સેવન વિંગની અંદર કુલ મળીને પાંચ જેટલા ફલેટને અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યા છે અને લોકોના ઘરના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને છ થી સાત લાખ રૂપિયાના મુદ્દામાલની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવેલ છે અને સીરામિક સીટીની અંદર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો પ્રવેશ કરતા અને ચોરીની ઘટનાને અંજામ આપીને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. વધુમાં સ્થાનિક … Continue reading મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીમાં જુદા જુદા ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યા